હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી અને હળવદમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત


SHARE









મોરબી અને હળવદમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત નીપજયું છે જ્યારે મોરબીમાં યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું છે અને સનાળા રોડ ઉપર આવેલ હોસ્પિટલમાં યુવાનનો કોઈ કારણોસર મોત નીપજયું છે આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સ્કીમમાંથી પસાર થતી નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલમાં ગુણુભા ઝાલાની વાડી પાસે અજાણ્યા 45 થી 50 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને મૃતક યુવાને કાળા કલરનું પેન્ટ અને વાદળી કલરનો સફેદ ચેક્સ વાળો શર્ટ પહેર્યું હોવાનું પોલીસે જણાવ્યું છે અને આ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ શુભ હોસ્પિટલના રૂમ નંબર 202 માં કોઈ અગમ્ય કારણોસર મહુવા તાલુકાના વાંગર ગામના રહેવાસી ભાવેશકુમાર કેશુભાઈ મકવાણા (26) નામના યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવા અંગેની વિપુલભાઈ કેશુભાઈ મકવાણા (28)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે પ્રિન્સભાઈ સાગરભાઇ નાકિયા (20) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News