મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

વાંકનરેના લૂણસર નજીક પૈસાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનનું અપહરણ, ધોકા-સૂઇયા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







વાંકનરેના લૂણસર નજીક પૈસાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનનું અપહરણ, ધોકા-સૂઇયા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના લુણસરથી મનડાસર જવાના રસ્તા ઉપર સ્વિફ્ટ  ગાડી લઈને જઈ રહેલા યુવાન સાથે રૂપિયાની લેતી જતી બાબતનું મનદુઃખ રાખીને સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા કાર સાથે કાર અથડાવવામાં આવી હતી જેથી કરીને યુવાનની સ્વિફ્ટ ગાડીમાં નુકસાન કર્યું હતું અને ત્યારબાદ તે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે યુવાનને ધોકા વડે માર માર્યો હતો તેમજ સૂઇયા વડે શરીર ઉપર અલગ અલગ જગ્યાએ ઇજા કરી હતી આટલું જ નહીં યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ થાન તાલુકાના મનડાસર ગામે રહેતા લીલાભાઈ કાળુભાઈ ભુંડિયા જાતે ભરવાડ (35)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખોડા રણછોડભાઈ સેફાત્રા રહે. ખેતરડી તાલુકો હળવદ, ગોપાલ ઘેલાભાઈ સેફાત્રા રહે. ખેતરડી તાલુકો હળવદ અને મેલા હમીરભાઇ સેફાત્રા રહે ચુંપણી તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ખોડા સેફાત્રાએ પૈસાની લેતીદેતી બાબતે મનદુઃખ રાખીને સ્કોર્પિયો ગાડી નંબર જીજે 13 એનએન 1529 લઈને લુણસરથી મનડાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર સોલાર પ્લાન્ટની પાસે આવ્યા હતા અને ત્યારે ત્યાંથી ફરિયાદી તેની સ્વીફ્ટ કાર નંબર જીજે 36 બી 8292 લઈને જતો હતો  તે સમયે આરોપીઓએ તેની સ્કોર્પિયો ગાડી ફરિયાદીની ગાડી સાથે અથડાવી હતી અને ફરિયાદીની ગાડીમાં આગળના કાચ તથા બોનેટમાં નુકસાન થયું હતું અને ત્યાર બાદ ફરિયાદી યુવાનનું સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણેય શખ્સોએ અપહરણ કર્યું હતું અને તેને ધોકા વડે અને ઢીકાપાટુનો માળામારી હતો તેમજ સૂઇયા વડે શરીર ઉપર અલગ અલગ જગ્યાએ ઇજા કરી હતી અને બાકી નીકળતા પૈસા પાછા મેળવવા માટે થઈને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News