મોરબી જિલ્લાના ૫૭૦૦ થી વધુ દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરીનો મળ્યો લાભ મોરબીમાં પતિ સામે ખોટા આક્ષેપો કરીને ભરણપોષણ માંગનાર પત્નિ કોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો મોરબીની સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવા માટે ખાસ વર્કશોપનું આયોજન હળવદના જુના દેવળિયા ગામે પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીનો રેલ્વે સ્ટેશન રોડ આરસીસી-પેવર બ્લોકથી મઢવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ વાંકાનેરના પાડધરા નજીકથી દારૂ ભારે ઇકો ગાડી સહિત એકની ધરપકડ: ચાર લાખનો મુદામાલ કબજે મોરબીમાં પિતા સાથે બાઈકમાં લાઈટ બિલ ભરવા જતા સમયે રસ્તામાં બાથરૂમ કરવા જાવ છું કહીને યુવાન ગુમ..! હળવદ તાલુકામાં ચરાડવા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો
Breaking news
Morbi Today

હળવદ નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે સગા ભાઈ સારવારમાં


SHARE



























હળવદ નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે સગા ભાઈ સારવારમાં

ધાંગધ્રા માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કોયબા ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા બે સગા ભાઈને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કોયબા ગામના પાટીયા પાસેથી કવાડિયા ગામે રહેતા વિનોદભાઈ શંકરભાઈ મણદરીયા (30) અને તેનો નાનો ભાઈ નાગજીભાઈ બને બાઈક નંબર જીજે 36 એએમ 6377 ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે કાર નંબર જીજે 27 સીએફ 4093 ના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીને છાતી, પાસળી અને જમણા હાથમાં ઇજા થઈ હતી જ્યારે તેના નાનાભાઈને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં વિનોદભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ શ્રીનાથ કાંટા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વિશાલ રાજેન્દ્રસિંહ જાડેજા (33) રહે. હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ મોરબી વાળાને ઇજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ધોકા વડે માર માર્યો

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા જતિન કાનજીભાઈ મુછડિયા (22) નામના યુવાનને મોરબીમાં આવેલ પરશુરામ પોટરીના મેદાનમાં ધોકા વડે માર મારવામાં આવતા ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News