મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં કમિશન ન મળતું બિલ રોકી દેવાયાનો માજી સભ્યનો ગંભીર આક્ષેપ: લોકોએ અધૂરા કામને પૂરું કરવા રસ્તો કર્યો ચક્કાજામ


SHARE





























મોરબી પાલિકામાં કમિશન ન મળતું બિલ રોકી દેવાયાનો માજી સભ્યનો ગંભીર આક્ષેપ: લોકોએ અધૂરા કામને પૂરું કરવા રસ્તો કર્યો ચક્કાજામ

મોરબીના પંચાસર રોડ પર આવેલ શ્યામ સોસાયટી 1 અને 2 માં રોડનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને ત્યાં અડધું કામ પૂરું પણ થઈ ગયેલ છે ત્યારે કામ કરનારે કામ બંધ કરી દીધું છે જેથી કરીને સ્થાનિક મહિલાઓએ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો જો કે, આ કામ જે કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું તેને કામ કર્યું જ નથી અને ધારાસભ્ય તેમજ ચીફ ઓફિસરના કહેવાથી પાલિકાના માજી સભ્ય દ્વારા કામ કરવામાં આવ્યું હતું અને તેને કરેલા કામના પૈસા પાલિકામાં કમિશન મળતું ન હોવાથી બિલને રોકી દેવામાં આવ્યું છે. જેથી કામ બંધ કરવામાં આવ્યું છે. ત્યારે ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી છે તેવું કહેવામા આવ્યું છે.

મોરબીના જુદાજુદા વિસ્તારમાં મંજૂર કરવામાં આવેલા કામ સમયસર પૂરું થતાં નથી તે હક્કિત છે તેવામાં મોરબીના પંચાસર રોડ પર આવેલ શ્યામ સોસાયટી 1 અને 2 માં લોકોની રજૂઆતને ધ્યાને લઈને અગાઉ રોડ કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને તે રોડનું અધૂરું મૂકવામાં આવેલ છે જેથી કરીને શ્યામ સોસાયટીના લોકોએ પાલિકામાં રજૂઆત કરી હતી તો પણ કામ શરૂ કરવામાં આવ્યું નથી અને આજની તારીખે પણ સોસાયટીમાં રેતી તેમજ કાંકરીના ઢગલા પડ્યા છે. જેથી રોષે ભરાયેલ મહિલાઓ દ્વારા અધૂરા રોડના કામને વહેલી તકે પૂરું કરવાની માંગ સાથે મોરબીનો પંચાસર રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો.

વધુમાં લોકોએ જણાવ્યુ હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી રોડનું કામ અધૂરું છે તેને પૂરું કરવામાં આવતું નથી જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કેપંચાસર રોડે શ્યામ સોસાયટીમાં રોડનું કામ કરનાર કોન્ટ્રાકટર દ્વારા કામ બંધ કરવામાં આવ્યું છે. જેથી પાલિકાએ કોન્ટ્રાકટરને નોટીસ આપી છે અને રોડનું કામ શરુ કરવા માટે સુચના આપવામાં આવેલ છે. અને આ કામને વહેલી તકે પૂર્ણ કરવાની સુચના આપવામાં આવેલ છે.

આ બાબતે મોરબી પાલિકાના માજી સભ્ય શૈલેષભાઈ માકાસણાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ સોસાયટીમાં રોડ બનાવવાનું કામ બજરંગ નામની એજન્સીને આપવામાં આવ્યું હતું જો કે, કામનું ટેન્ડર આપવામાં આવ્યા બાદ તે એજન્સીએ કામ કરવાની ના પડી હતી જેથી કરીને લોકોએ અધિકારી અને ધારાસભ્યને રજૂઆત કરી હતી અને તેને લોકોને સાથે મળીને કામ કરવાનું કહ્યું હતું જેથી તેમણે આ કામ કર્યું છે અને 20 લાખનું બિલ પાલિકામાં મૂકવામાં આવેલ છે જો કે, તે બિલ મંજૂર કરવામાં આવ્યું નથી અને કમિશન મળતું ન હોવાથી પાલિકામાં તેના બિલને રોકી દેવામાં આવ્યું છે. તેવો ગંભીર આક્ષેપ પાલિકાના માજી સભ્ય દ્વારા કરવામાં આવેલ છે.
















Latest News