મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધો રોજગાર બરાબર ચાલશે તેવું કહીને 3.30 લાખની છેતરપિંડી કરનાર બે શખ્સ જેલ હવાલે


SHARE





























મોરબીમાં ધંધો રોજગાર બરાબર ચાલશે તેવું કહીને 3.30 લાખની છેતરપિંડી કરનાર બે શખ્સ જેલ હવાલે

મોરબીના સનાળા ગામે રહેતા યુવાનને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા આમ કુલ મળીને 3.30 લાખ રૂપિયાના મુદામાલનો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી જેથી યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાંથી આરોપીઓના રીમાન્ડ મેળવ્યા હતા અને તે રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

વર્તમાન સમયમાં ધંધા રોજગાર સારા ચાલશેઘરમાં કલેશ દુર થશે અને શાંતિ રહેશે વિગેરે વિગેરે જેવા ઓઠા હેઠળ તાંત્રિક વિધિ કરવાનું કહીને લોકોની પાસેથી રૂપિયા તેમજ કીમતી મુદ્દામાલ પડાવવામાં આવતો હોય છે આવો જ એક બનાવ મોરબી શહેરમાં સામે આવ્યો છે જેમાંમોરબીના સનાળા ગામે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયા (39)ને ધંધો રોજગાર બરાબર ચાલશે તેવું કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની પાસેથી સોનામાં દાગીના અને રોકડા રૂપિયા મળીને 3.30 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો અને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય જે ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી તેને રિમાન્ડ ઉપર લીધેલ છે જેના રિમાન્ડ પૂરા થતાં તે બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ સનારીયાએ નિલેશગીરી ઉર્ફે નવીનગીરી મોતીગીરી ગોસાઈ રહે. સનાળા ગામ રામજી મંદિર પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેઆશરે બે મહિના પહેલા આરોપીએ ફરિયાદીને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને તેને વિશ્વાસમાં લીધા હતા અને વિધિ કરાવવાના બહાને તેની પાસેથી સોનાની એક અઢી તોલાની ચેનસોનાનો કાપ અડધા તોલાનોસોનાની છ નંગ બુટ્ટી અને સોનાની બે વીંટી તે ઉપરાંત રોકડા રૂપિયા 50,000 આમ કુલ મળીને 3.30 લાખનો મુદ્દામાલ લીધેલ હતો.

આ બનાવમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પીએસઆઇ એચ.આર.જાડેજા તથા રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા આરોપી નિલેશગીરી ઉર્ફે નલિનગીરી મોતીગીરી ગોસાઈ જાતે બાવાજી (55) તથા ચંદ્રસિંહ બટુકભા ઝાલા જાતે દરબાર (43) રહે સનાળા વાળાની ધરપકડ  કરી હતી અને આ આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમ્યાન તેની પાસેથી પોલીસે કુલ મળીને 4,66,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે વધુમાં પોલીસે જણાવ્યુ હતું કે, આ આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.

વધુમાં પોલીસે એવી પણ માહિતી આપી હતી કે, જે બે આરોપીઓને વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં પકડવામાં આવ્યા હતા તેણે મોરબી વિસ્તારમાં અન્ય લોકોને પણ આવી જ રીતે વિશ્વાસમાં લઈને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે જે પૈકીનાં ભોગ બનેલા બે વ્યક્તિઓએ પોલીસ સ્ટેશનને આવીને તેમના નિવેદન પણ નોંધાવ્યા છે અને આવી જ રીતે અન્ય કોઈપણ વ્યક્તિ આ બંન્ને શખ્સના શિકાર બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા માટે થઈને મોરબીના ડીવાયએસપીએ મોરબીના લોકોને અપીલ કરી છે
















Latest News