મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત: ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા આધેડનું મોત


SHARE













વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત: ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા આધેડનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ટ્રેન અકસ્માતની બે ઘટના બની હતી જેમાં એક 35 વર્ષના અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો અને બીજા બનાવમાં ચાલુ ટ્રેનમાંથી પડી જતા 55 વર્ષના આધેડનું મોત નીપજયું છે. આ બંને બનાવની રેલ્વે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર રેલ્વે પોલીસ પાસેથી મળી રહેલા માહિતી મુજબ સોમવારે ભાવનગર ઓખા લોકલ ટ્રેન લુણસરીયા તથા વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યો 35 વર્ષનો યુવાને ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભરી ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને આ યુવાને જમણા હાથની કલાઈ પર વીંછીનું ચિત્ર ત્રોફાવેલ છે જેથી મૃતક યુવાનને કોઈ ઓળખાતા હોય તો તેઓએ વાંકાનેર રેલ્વે પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

આવી જ રીતે બીજી ઘટનામાં દલડી અને લુણસરીયા રેલ્વે સ્ટેશન વચ્ચે જામનગરથી વડોદરા ઇન્ટરસીટી ટ્રેન જતી હતી ત્યારે તે ચાલુ ટ્રેનમાંથી અજાણ્યા 55 વર્ષના આધેડ પડી ગયા હતા જેથી કરીને તેમને માથા અને શરીરે ગંભીર ઈજા થવાથી તે આધેડનું મોત નીપજયું હતું અને મૃતક આધેડના નાકની ડાબી બાજુ મશાનું નિશાન છે જેથી આ મૃતક આધેડને ઓળખતા હોય તેમણે વાંકાનેર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા ખોડાભાઈ મકવાણાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News