હળવદના ચરાડવા ગામે પાણીની ડોલમાં ડૂબી ગયેલ બે વર્ષની બાળકી સારવારમાં
SHARE
હળવદના ચરાડવા ગામે પાણીની ડોલમાં ડૂબી ગયેલ બે વર્ષની બાળકી સારવારમાં
હળવદ તાલુકાના ચરાડવા ગામે પાણીની ડોલમાં બે વર્ષની બાળકી ડૂબી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા વિજયભાઈ હળવદિયાની બે વર્ષની દીકરી નેન્સીબેન ઘરે પાણીની ડોલમાં ડૂબી જતા તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ચરાડવા ગામમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝનને જાણ કરતાં પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે.
સગીરા સારવારમાં
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે વાડીમાં રહીને મજૂરી કામ કરતા મગનભાઈ અનોરની 14 વર્ષની દીકરી શ્યામબાઈ કોઈ કારણોસર કપાસમાં છાંટવાની દવા પી લેતા તેને પ્રાથમિક સારવાર માટે ટંકારા લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે