મોરબીના વેજીટેબલ રોડે ઓવરટેક કરવા મુદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી સિરામિક એસો.ના પ્રમુખો રોડ-રસ્તા અને ગેસ મુદ્દે મુખ્યમંત્રી-ઉર્જા મંત્રીને મળ્યા
SHARE









મોરબી સિરામિક એસો.ના પ્રમુખો રોડ-રસ્તા અને ગેસ મુદ્દે મુખ્યમંત્રી-ઉર્જા મંત્રીને મળ્યા
મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને નિલેષ જેતપરીયા ગાંઘીનગર ખાતે વર્તમાન પરિસ્થિતીમા તાત્કાલીક અસરથી વારંવાર વઘતા ગેસના ભાવથી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા પડતી તકલીફો માટે યોગ્ય કરવા નાણાખાતુ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ ના કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇને મળ્યા હતા અને તેઓની સાથે લાંબી ચર્ચા કરી હતી અને ત્યારે કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇએ ગેસ કંપનીના અઘિકારી સાથે આવતા અઠવાડીયામા મીટીંગનુ આયોજન કરીને યોગ્ય કરવા ખાતરી આપેલ હતી અને આ ઉધોગોના બીજા પ્રશ્નો માટે પણ હકારાત્મક અભિગમ દર્શાવેલ હતો
તેમજ મોરબીના ઔધોગિક રોડ રસ્તા માટે સર્વે કરવામા આવેલ તેમા તાત્કાલિક પ્રોજેક્ટ આગળ વધે તે માટે અને વાયબ્રન્ટ ગુજરાતમા સિરામીકનુ પેવેલીયન બને તે માટે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને નિલેષ જેતપરીયા મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મીટીગ કરી હતી અને જોડાયેલ હતા.
