મોરબીના જેતપર-અણીયારી વચ્ચે રીક્ષા પલટી મારી જતાં ઇજા પામેલ 6 મહિલા સારવારમાં
મોરબીમાં ઉલટીઓ થયા બાદ યુવાનનું મોત
SHARE








મોરબીમાં ઉલટીઓ થયા બાદ યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલની સામેના ભાગમાં શક્તિપરામાં રહેતા યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલની સામેના ભાગમાં શક્તિપારમાં રહેતા ભુપતભાઈ અવચરભાઈ વઢરેકિયા (36) નામના યુવાનને રાત્રિના સમયે ઊલટીઓ થવા લાગી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિજન પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. વધુમાં પોલીસ સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન અપરણિત છે અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતો હતો દરમિયાન તેને ઉલટીઓ થવા લાગતા સારવાર મળે ત્યારે પહેલા તેનું મોત નીપજ્યું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આસિફ સાબા (19) નામના યુવાનને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
