મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું બેભાન અવસ્થામાં મોત


SHARE









વાંકાનેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું બેભાન અવસ્થામાં મોત

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે મહાકાળી માતાજીના મંદિરની પાછળના ભાગમાં યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાંથી તેને પાછા ઘરે લઈ ગયા હતા ત્યાર બાદ યુવાનને શ્વાસ લેવા તકલીફ થતી હતી જેથી તેને રાજકોટ લઈ જતા હતા ત્યારે તે યુવાન રસ્તામાં બેભાન થઈ જતાં તેને વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાં તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ આરોગ્યનગરમાં રહેતા હરેશભાઈ કુકાભાઈ સિહોરા (46) નામના યુવાને ગત તા. 6/6/ 25 ના રોજ ગાયત્રી મંદિર પાસે આવેલ મહાકાળી મંદિરની પાછળના ભાગમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને ઘરે પાછા લઈ ગયા હતા દરમ્યાન ગઈકાલે બપોરના સમયે આ યુવાનને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે તેને રાજકોટ સારવાર માટે લઈને જતાં હતા તેવામાં રાજકોટ નજીક પહોચતા તે યુવાન બેભાન થઈ ગયો હતો જેથી તેને પાછા વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા રાજારામ ભક્તિરામ દુધરેજીયા (35) નામનો યુવાન વરડુસર નજીક ઊંચાઈ ઉપરથી પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના ઇસનપુર ગામે જયેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ રમણભાઈ ભીલ (22) નામના યુવાનને વાડીએ હતો ત્યારે ડાબા પગે સાપ કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હળવદની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News