મોરબીમાં મણીમંદિર ખાતે મનપા દ્વારા શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી મોરબીમાં એઆરટી સેન્ટર ખાતે એચઆઇવી/ એઇડ્સગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા સોશ્યલ મીડિયામાં વિડીયો વાઇરલ: મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર વરસાદનું પાણી ભરેલા ખાડામાં ડામર કામ ચાલુ ! મોરબીના સ્વ.ધવલભાઈ રાંકજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મંગળવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીના મકનસર પાસેથી પકડાયેલ એમડી ડ્રગ્સ કેસમાં વધુએક જેલ હવાલે મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ અને એટ્રોસીટીના ગુનામાં આરોપી જામીન મુક્ત મોરબીના યુવાન સાથે કરવામાં આવેલ 1.51 કરોડના ફ્રોડના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દહીસરા ગામ નજીક ઓવરટેક કરતાં સમયે ડબલ સવારી બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















માળીયા (મી)ના દહીસરા ગામ નજીક ઓવરટેક કરતાં સમયે ડબલ સવારી બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

માળીયા (મી)ના દહીસરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે ડબલ સવારી બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ઈજા પામેલા બીજા યુવાનને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જે બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને કાર ચાલકેને પકડવા માટે તજવીજ શરૂ છે

માળીયા (મી)ના વવાણીયા ગામે રહેતા મહેશ ઉર્ફે મસો બાબાભાઇ ખીંટ (36) અને રાજેશભાઈ લખમણભાઈ વિરડા (30) નામના બે યુવાનો બાઇક નંબર જીજે 3 ડીઆર 9204 ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવી રહ્યા હતા ત્યારે માળિયાના દહીસરા ગામ પાસેથી તેઓના ડબલ સવારી બાઈકને કારના ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં રાજેશભાઈ વિરડાને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે, અકસ્માતના બનાવમાં મહેશ ઉર્ફે મસો ભરવાડને ઈજાઓ થયેલ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ અકસ્માતના બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જોકે, બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ હતો જેથી ત્યાં હાલમાં મહેશ ઉર્ફે મસો બાબાભાઇ ખીંટએ કાર નંબર જીજે 36 એજે 5883 ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News