સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા નજીક જુગારની રેડ પડતા નાશભાગ: 4 શખ્સ 1.12 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ની શોધખોળ


SHARE



























હળવદના ઢવાણા નજીક જુગારની રેડ પડતા નાશભાગ: 4 શખ્સ 1.12 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ની શોધખોળ

હળવદ તાલુકાના વાણા ગામની સીમમાં જુના સાપકડા તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે હળવદ પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમી રહેલા શખસોમાં નાસભાગ મચી ગયેલ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા અને 12,400 ની રોકડ તથા પાંચ બાઈક મળીને કુલ 1,12,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નાસી છૂટેલા પાંચ શખ્સોને પકડવા માટે તજવીજ હાથ કરી છે.

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાણા ગામની સીમમાંથી જુના સાપકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાસભાગ મચી જવા પામી હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી રસિકભાઈ ઉર્ફે ભેણીયો મોહનભાઈ તલસાણીયા (40), અશોકભાઈ ઉર્ફે વીજળી ઓડભાઈ સારદિયા (30), રસિકભાઈ ઉર્ફે ગીધો વેલાભાઈ દુધરેજીયા (39) અને ધીરુભાઈ બચુભાઇ સોરઠીયા (51) રહે. બધા વાણા ગામ વાળાને ઝડપી પાડ્યા હતા જોકે પાંચ શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હોય હાલમાં પોલીસે 12,400 ની રોકડ તથા પાંચ બાઇક મળીને કુલ 1,12,400 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અન બાઈક નં. જીજે 36 કયું 0296, જીજે 36 એબી 5242, જીજે 36 એબી 3577, જીજે 36 એચ 2210 તેમજ જીજે 36 3033 ના ચાલકને પકડવા માટે થઈને તજવીજ હાથ કરી છે.

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાના પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જાહલભાઈ વસાભાઈ કાંજીયા (20) નામનો યુવાન વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય તેની પાસેથી પોલીસે 500 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.


















Latest News