મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા


SHARE









મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા

મોરબીના ભરતનગર ગામે દવા લઈને બે યુવાન પાછા કારખાને જતાં હતા ત્યારે ભરતનગર ગામ પાસે બાઈકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલ બે યુવાન પૈકીનાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ઇજા પામેલા એક યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ ફેમસ સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા બેટુભાઈ સુરેશભાઈ આદિવાસી (22) અને તેનો મિત્ર વિરેન્દ્ર હીરાલાલ સેન (19) બંને બાઈક ઉપર કારખાનેથી દવા લેવા માટે થઈને ભરતનગર ગામે આવેલ દવાખાને આવ્યા હતા ત્યાં દવા લઈને તેઓ ત્યાંથી પરત પોતાના કારખાના તરફ જઈ રહ્યા હતા દરમિયાન ભરતનગર ગામ પાસે ટ્રેલર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બેટુભાઈ આદિવાસીને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે વિરેન્દ્ર સેનને ઈજાઓ થયેલ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના બેલા આમરણ ગામે સુજલ લાખાભાઈ ખુંગલા (15) નામનો બાળક ઘરે હતો ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા લાભુભાઈ વીરાભાઈ (45) નામનો યુવાન રફાળેશ્વર ચોકડી પાસેથી પગપાળા ચાલીને પસાર થતો હતો ત્યારે વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News