મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

હળવદમાંથી 60 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે બે શખ્સની ધરપકડ: 1.51 લાખનો મુદામાલ કબ્જે


SHARE

















હળવદમાંથી 60 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે બે શખ્સની ધરપકડ: 1.51 લાખનો મુદામાલ કબ્જે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર હળવદની સરા ચોકડી પાસેથી પસાર થતી રીક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 60 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને રીક્ષા મળીને 1,51,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ માળિયા રોડ ઉપર આવેલ સરા ચોકડી પાસેથી સીએનજી ઓટો રીક્ષા નંબર જજે 24 વાય 0147 ત્યાંથી પસાર કરી હતી ત્યારે તે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂની 60 બોટલ મળી આવતા 51,600 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 1 લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1,51,600 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી અજીતકુમાર કાળુભાઈ ઓણેસા (28) રહે. પીપળીધામ ભરવાડવાસ તાલુકો પાટડી અને અરમાન ઈકબાલભાઈ જુણેજા (21) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તે બંનેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા કાંતિભાઈ ઝાલાના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 40 લીટર આથો તથા 100 લિટર તૈયાર દેશી દારૂ અને અન્ય ભઠ્ઠીના સાધનો મળીને કુલ 4200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કાંતિભાઈ મેરૂભાઈ ઝાલા (36) રહે. પ્રેમજીનગર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

100 લિટર દેશી દારૂ

ટંકારા તાલુકાના હડમતીયા રોડ ઉપર આવેલ ગોકુલ સિમેન્ટ પ્રોડક્ટ કારખાના પાસે ઝૂંપડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 100 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 20,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભીમજીભાઈ ધરમશીભાઈ ભરભીડીયા (38) રહે. હાલ હડમતીયા રોડ ગોકુલ સિમેન્ટ પ્રોડક્ટ કારખાના પાસે ઝૂંપડામાં ટંકારા મૂળ રહે. રતનપર ગાયકવાડી તાલુકો વલભીપુર વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News