મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ટંકારાના સાવડી ગામે ઘરે ઈલેક્ટ્રીક વલોણાથી છાશ બનાવતા સમયે શોર્ટ લાગતા વૃદ્ધાનું મોત


SHARE









ટંકારાના સાવડી ગામે ઘરે ઈલેક્ટ્રીક વલોણાથી છાશ બનાવતા સમયે શોર્ટ લાગતા વૃદ્ધાનું મોત

ટંકારાના સાવડી ગામે રહેતા વૃદ્ધા પોતાના ઘરે ઈલેક્ટ્રીક વલોણા વડે છાશ બનાવતા હતા દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાવવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા જીવીબેન માવજીભાઈ દુબરીયા (62) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા અને ઈલેક્ટ્રીક વલોણા વડે છાશ બનાવતા હતા તે વખતે તેઓને ઈલેક્ટ્રીક શોટ લાગવાના કારણે તે વૃદ્ધાનું મોત નીપજયુ હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ થતાં ઇજા

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા પ્રભુભાઈ મોહનભાઈ ડાભી (56) નામના વૃદ્ધ સિટી મોલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ મોહનભાઈ સોનાગ્રા (59) નામના વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે ઇજા થવાથી તેને સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News