મોરબીના મકનસર પાસે બલેનો કારમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ ટેમ્પો-ટ્રેલરની ડીઝલ ટાંકીમાંથી કરી 330 લીટર ડીઝલની ચોરી ! હળવદના ચરડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી 52,000 ની રોકડની ચોરી મોરબીના વાવડી રોડે આવેલ શ્રીહરિ પાર્કમાં જુગાર રમતા 7 મહિલા સહિત કુલ 8 વ્યક્તિ 16,100 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં દીકરી મોબાઇલમાંથી અજાણ્યા લોકોને ફોન કરી દેતા પત્ની સાથે થયેલ બોલાચાલીનું લાગી આવતા યુવાને કર્યો આપઘાત ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની ઓરડીએ લેમ્પ લગાવવામાં ભાઈને મદદ કરનાર સગીરનું  શોર્ટ લાગવાથી મોત ટંકારાના નેસડા (ખા) ગામે કૂવામાં પડી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં કોસ્ટલ રોડ ઉપર ઝાડની ડાળીએ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE















માળીયા (મી) તાલુકામાં કોસ્ટલ રોડ ઉપર ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકામાંથી પસાર થતાં કોસ્ટલ રોડ ઉપર ઝાડની ડાળી સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના બગસરા ગામે રહેતા મૂળજીભાઈ ભીમાભાઇ પીપળીયા (39) નામના યુવાને માળિયામાંથી પસાર થતા કોસ્ટલ હાઇવે રોડ ઉપર ઝાડની ડાળી સાથે દોરી બાંધીને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગેવાની મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ રબારીવાસમાં રહેતા મૈયાબેન શૈલેષભાઈ હણ (37) નામના મહિલા રવાપર રોડ ઉપરથી બાઈકમાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઈકની આડે ગાય આવી હતી જેથી કરીને બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્કમાં રહેતો તીર્થ સતિષભાઈ ગોપાણી (7) નામનો બાળક બાઇક પર બેસીને સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે સોસાયટી નજીક બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાળકને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News