મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેર, માળીયા (મી) અને મોરબીમાં દારૂની ચાર રેડ: 143 બોટલ દારૂ ઝડપાયો, 5 શખ્સ પકડાયા-એકની શોધખોળ


SHARE







વાંકાનેર, માળીયા (મી) અને મોરબીમાં દારૂની ચાર રેડ: 143 બોટલ દારૂ ઝડપાયો, 5 શખ્સ પકડાયા-એકની શોધખોળ

વાંકાનેર, માળીયા (મી) અને મોરબીમાં દારૂની જુદીજુદી ચાર જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે દારૂની નાની અને મોટી કુલ મળીને 143 બોટલ કબ્જે કરી હતી અને હાલમાં 5 શખ્સોને પકડવામાં આવ્યા છે જો કે, એક શખ્સની શોધખોળ ચાલી રહી છે

વાંકાનેરના તીથવા ગામના કુબા વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલ ડબલ સવારી બાઈકને રોકીને તે બાઈક ઉપર જઈ રહેલા શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની મોટી 21 અને નાની 48 બોટલો મળી આવી હતી જેથી કરીને 29,016 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા બાઈક નં. જીજે 36 એજી 1240 જેની કિંમત 40,000 રૂપિયા આમ કુલ મળીને 69,016 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી નિમેષભાઈ ભરતભાઈ વીરસોડિયા (19) તથા ભરતભાઈ રામજીભાઈ વીરસોડિયા (42) રહે. હાલ મોટા વડા ગામ ખોડીયાર મા ના ધાર સરકારી ક્વાટરમા ભાડે લોધિકા મૂળ રહે. તીથવા કુબા વિસ્તાર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સોની સામે ગુનો નોંધીને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા (મી)ના નાનીબરાર ગામે રહેતા સુરેશભાઈ ધોળકિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 48 બોટલ જેની કિંમત 52,800 તથા નાની 24 બોટલ જેની કિંમત 7200 આમ કુલ મળીને 60,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે આરોપી સુરેશભાઈ ઉર્ફે વિજયભાઈ ધરમશીભાઈ ધોળકિયા રહે. ગાયત્રીનગર નાનીબરાર ગામ તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ધવલભાઇ રાયધનભાઈ કોઠીવાલા રહે. નાની બરાર તાલુકો માળીયા વાળાનું નામ સામે આવ્યું હતું જેથી પોલીસે બંને સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના ભડીયાદ રોડ ઉપર માળિયા વનાળીયા ફાટક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે અભયભાઈ કનુભાઈ મકવાણા (27) રહે. કુબેર ટોકીઝ પાછળ યોગીનગર સોસાયટી શેરી નં-3 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

એક બોટલ દારૂ

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા 500 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અમિતભાઈ ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકી (34) રહે. જીનપરા રંગ વાળી શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News