મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ભીમગુડા-માટેલ ગામે શાળામાં પ્રવેશોત્સવ યોજાયા


SHARE











વાંકાનેરના ભીમગુડા-માટેલ ગામે શાળામાં પ્રવેશોત્સવ યોજાયા

વાંકાનેરના ભીમગુડા તેમજ માટેલ ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મામલતદાર સાનિયા, વાંકાનેર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પરેશભાઈ મઢવી, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંઝવાડીયા, માટેલ ગામનાં સરપંચ મુનાભાઈ દુધરેજીયા, અને ભીમગુડા ગામનાં સરપંચ તેમજ બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ સૌ મહાનુભાવો દ્વારા શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જીતુભાઈ સોમાણી દ્વારા બન્ને શાળાઓમાં  ધો.૧ થી ૭ માં પ્રથમ ક્રમે આવનાર તેમજ રમતગમત અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં. તો સિંધાવદર ગામનાં નવા સરપંચ તરીકે કીશોરભાઈ મકવાણા ચુંટાયા બાદ મોમીન સમાજનાં આગેવાન યુસુફભાઈ શેરસીયા,  જીલ્લા પંચાયત સદસ્ય જાહીરઅબ્બાસ શેરસીયા, રાઘવભાઈ બાંભવા, વીનુભાઈ ચાવડા, ખુશ્બુ હાજી તેમજ સિંધાવદર ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો સહિત બહોળી સંખ્યામાં સિંધાવદર ગામનાં આગેવાનો વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.






Latest News