મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ-માળીયા (મી) વિસ્તારમાં રેડ દરમ્યાન પકડાયેલ 14,254 બોટલ દારૂ બિયરનો કરાયો નાશ


SHARE









હળવદ-માળીયા (મી) વિસ્તારમાં રેડ દરમ્યાન પકડાયેલ 14,254 બોટલ દારૂ બિયરનો કરાયો નાશ

હળવદ અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા સમયે કરવામાં આવેલ દારૂની રેડ દરમિયાન પકડાયેલ દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવા માટે થઈને કોર્ટમાંથી મંજૂરી મેળવ્યા બાદ અધિકારીઓની હાજરીમાં હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં દારૂ અને બિયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. અને હાલમાં જે દારૂ બિયરના જથ્થાનો નાશ કરેલ છે તેમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ 1928 બોટલ દારૂ તેમજ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ 12,326 બોટલ દારૂ-બીયર આમ કુલ મળીને 14,254 બોટલ દારૂ બિયર જેની કુલ કિંમત 1,28,56,883 રૂપિયા થાય છે તેનો રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો




Latest News