મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઇ પાસે કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર સહિત બે આરોપીની ધરપકડ


SHARE









ટંકારાના લજાઇ પાસે કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર સહિત બે આરોપીની ધરપકડ

ટંકારા તાલુકા લજાઇ નજીક ભીમનાથ રોડ ઉપર આવેલ પવનસુત કારખાનામાંથી સગીર વયની બાળાનુ અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીએ પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી અને તેને મદદ કરનાર એમ કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે.

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપી ભાવેશભાઈ વરશીભાઈ ચાવડા રહે. કોટડીયા તાલુકો જામ ખંભાળીયા વાળો લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ છે અને હરપાલસિંહ ઝાલા તથા દશરથસિંહ જેઠવાનાને હકીકત મળેલ હતી કે  આરોપી ભોગબનનારને ભગાડી અપહરણ કરી રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના ખીવાડા (પાચોટીયા) ગામે લઇ ગયેલ છે અને ત્યા મજુરી કામ કરે છે. જેથી પીએસઆઈ એસ.એન. સગારકા અને તેની ટીમને રાજસ્થાન તપાસમાં મોકલી હતી અને આરોપી તથા ભોગબનનાર બન્નેને રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના ખીવાડા (પાચોટીયા) ગામેથી હસ્તગત કરી ટંકારા પ્લોઇસ સ્ટેશને લઈને આવ્યા હતા. અને આરોપી ભાવેશ વજશીભાઈ ચાવડા (25) રહે. કોટડીયા તાલુકો જામ ખંભાડીયા તેમજ આ ગુનામાં આરોપીને ભોગ બનનારને ભગાડી જવામાં મદદગારી કરનાર ગોરધનભાઇ ઉર્ફે રાહુલ પ્રવિણભાઈ ચાવડા (19) રહે. રહે. કોટડીયા તાલુકો જામ ખંભાડીયા વાળાની ધરપકડ કરેલ છે અને પ્રવિણભાઈ ચાવડા રહે. કોટડીયા વાળાનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. આ કામગીરી પીઆઇ કે.એમ.છાસીયાની સૂચના મુજબ પીએસઆઈ એસ.એન.સગારકા અને જીતેન્દ્રકુમાર ભાલોડીયા, દશરથસિંહ જેઠવા, રવિરાજસિંહ જાડેજા, બળવંતભાઇ દેગામા, પંકજભા ગુઢડા તથા મહીલા પો.કોન્સ. નીજુબેન સેંજલીયાએ કરી હતી




Latest News