મોરબીમાં પાડોશીઓ વચ્ચે સામસામે ધબધબાટી, સામસામે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ
માળીયા (મી)ના વાધરવા ગામ પાસે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
માળીયા (મી)ના વાધરવા ગામ પાસે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામ પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો અને રોડ ક્રોસ કરતો હતો ત્યારે ડમ્પરના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે અકસ્માતના બનાવમાં યુવાને કપાળ, કાન, હાથ અને શરીરે ગંભીર ઇજા હોવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલાક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત મુજબ વાધરવા ગામે રહેતા દિગ્વિજયસિંહ બળવંતસિંહ જાડેજા (45)એ ડમ્પર નં જીજે 36 ટી 7777 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ માળિયા હાઇવે રોડ ઉપર વાધરવા ગામ પાસેથી તેમના નાનાભાઈ નીતિનરાજસિંહ બળવંતસિંહ જાડેજા પોતાનું બાઈક નંબર જીજે 3 એફબી 8735 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ડમ્પરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માત ના બનાવમાં નીતિનરાજસિંહ જાડેજાને કપાળ, કાન, હાથ અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેનો મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે