ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી! હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાને મીઠાના કારખાનામાં ભાગ રાખતા પિતા-પુત્રો ઉપર ચાર શખ્સનો તલવાર વડે હુમલો: બે બાઈકમાં કર્યું નુકશાન


SHARE









મોરબીમાં રહેતા યુવાને મીઠાના કારખાનામાં ભાગ રાખતા પિતા-પુત્રો ઉપર ચાર શખ્સનો તલવાર વડે હુમલો: બે બાઈકમાં કર્યું નુકશાન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગરમાં રહેતા યુવાનના ભાઈએ તેના કૌટુંબિક દાદી સાથે મીઠાના કારખાનામાં ભાગ રાખ્યો હતો જે સારું ન લાગતા ચાર શખ્સો દ્વારા યુવાન અને તેના પિતા તથા ભાઈ સાથે ગાળા ગાળી અને જપાજપી કરવામાં આવી હતી તેમજ તલવાર વડે હુમલો કરીને યુવાનને હાથમાં ઇજા કરી હતી અને આરોપીએ પોતાની ગાડી ફરિયાદીના પાર્ક કરેલા બે બાઈક સાથે અથડાવીને વાહનમાં નુકસાન કર્યું હતું જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આરકલી સોસાયટી સામેની શેરીમાં આવેલા લાયન્સનગરમાં રહેતા દેવેન્દ્રભાઈ મોહનભાઈ પરમાર (30)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણભાઈ દુદાભાઈ પરમાર અને ભરતભાઈ દુદાભાઈ પરમાર રહે. બંને લાયન્સનગર આરકલી સોસાયટી સામેની શેરી મોરબી તથા અમુભાઈ મોતીભાઈ પરમાર અને જયેશભાઈ અમુભાઈ પરમાર રહે. બન્ને માળિયા મીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના નાના ભાઈ પ્રકાશભાઈએ તેમના કૌટુંબિક દાદી રાજુમા સાથે મીઠાના કારખાનામાં ભાગ રાખ્યો હતો તે આરોપીઓને સારું ન લાગ્યું હતું જેથી આરોપીઓ એક્સપ્રેસો ગાડી નંબર જીજે 36 એલ 8657 લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે પ્રવીણભાઈ, ભરતભાઈ અને અમુભાઈએ ફરિયાદી તથા તેના પિતા અને ભાઈ સાથે ગાળા ગાળી કરી જપાજપી કરી હતી અને જયેશભાઈએ તેની ગાડી ફરિયાદીના પાર્ક કરેલા બે મોટરસાયકલ સાથે અથડાવીને તે બંને વાહનમાં નુકસાની કરી હતી અને ફરિયાદી ઉપર તલવાર વડે હુમલો કરી તેના જમણા હાથની આંગળીમાં ઈજા કરી હતી જેથી ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

વાંકાનેરના સિંધાવદર દરવાજા પાસે આવેલ બેંક નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અશરફ દાઉદભાઈ પીપરવાડિયા (29) રહે. નવાપરા સંધી સોસાયટી વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી તેની પાસેથી પોલીસે 280 ની રોકડ કબજે કરીને તેની ધરપકડ કરી હતી.






Latest News