સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત


SHARE

















મોરબીના ભરતનગર પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભારતનગર ગામ પાસે આજે સવારના સમયે રોડ ક્રોસ કરી રહેલ મહિલાને અજાણ્યા ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા મહિલાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે મહિલાનું મોત નીપજ્યું હતું અને મૃતક મહિલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે વાત્સલ્ય વાટિકા ખાતે જતા હોય રસ્તામાં અકસ્માતના બનાવમાં તેનું મોત નીપજયું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે તેવી જ રીતે આજે સવારના 8:00 થી 8:30 વાગ્યાના અરસામાં ભરતનગર ગામ પાસેથી ખોખરા હનુમાન તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા બાજુ જવા માટે એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી દરમિયાન મહિલાને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા તે મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી અને તે મહિલાની ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું અને તે મહિલાનો મોબાઇલ ફોન પણ આ અકસ્માતના બનાવમાં તૂટી ગયો હોવાના કારણે મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને ત્યાં સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકોએ જહેમત ઉઠાવી હતી.

દરમિયાન મૃતક મહિલાનું નામ નેહાબેન વ્યાસ હોવાનું સામે આવ્યું હતું. જે ટ્રક ટેલરના ચાલકે અકસ્માત સર્જીને મહિલાનું મોત નીપજવ્યું હતું તે ટ્રક ટ્રેલરનો ચાલકને સ્થાનિક લોકો દ્વારા પકડવા માટે થઈને પીછો કરવામાં આવતા વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ છે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક મહિલા મહેન્દ્રનગર ગામ બાજુના રહેવાસી છે અને તે ખોખરા હનુમાન મંદિર ખાતે વાત્સલ્ય વાટિકમાં બાળકોની સાર સંભાળ માટે જતા હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત બાદ ડ્રાઇવર ઉપર હુમલો
મોરબીના કંડલા બાયપાસ જૂની આરટીઓ કચેરી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મેટાડોર અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત બન્યો હતો.જે બનાવમાં મેટાડોરના ચાલક કાળિયાભાઈ મોહનભાઈ ખુંભા (ઉમર ૩૦) રહે.ભટુ ગામ જામખંભાળિયા વાળો મેટાડોર લઈને જતો હતો ત્યારે તેના મેટાડોરની સાથે ઇનોવા કાર અથડાઇ હતી.આ અકસ્માત બનાવમાં ઇનોવા કારના ચાલકે તેને માર મારતા કાળિયાભાઈ નામના વ્યક્તિને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગલે તાલુકા પોલીસના એ.એમ.જાપડીયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવે જાંબુડીયા ગામે રહેતા વિક્રમ રામજીભાઈ નામના ૪૨ વર્ષીય યુવાનને જાંબુડીયા ગામે દશામાઁના મંદિર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે મકનસર ગામે રહેતા કિશન રમેશભાઈ ડાભી નામના ૨૦ વર્ષના યુવાનને મોરબીના જાંબુડીયા ગામ પાસે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં અજાણી કારના ચાલકે હડફેટે લીધો હતો. જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News