હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડ ઉપર દબાણ દૂર કરવા સહિતના મુદ્દે 27 સોસાયટીના લોકોની મિટિંગ મળી


SHARE









મોરબીના આલાપ રોડ ઉપર દબાણ દૂર કરવા સહિતના મુદ્દે 27 સોસાયટીના લોકોની મિટિંગ મળી

મોરબીના આલાપ રોડને લાગુ પડતી 27 સોસાયટી દ્વારા સંયુક્ત મીટિંગ રાખવામા આવી હતી જેમાં ખાસ કરીને તંત્રની કથળતી પરિસ્થિતિ અને સ્થાનિક મુદ્દાઓ તથા નવા બનતા આલાપ રોડનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને આ રોડનું કામ યોગ્ય ગુણવત્તાપૂર્વક થાય તેની ચર્ચા કરી હતી તેમજ છેલ્લા 15 વર્ષથી આલાપ રોડ ઉપર બંને સાઈડથી કરેલ દબાણનો સળગતો જૂનો પ્રશ્ન ઉકેલવા માટેની ચર્ચા કરી હતી ઉલેખનીય છે કે, વર્ષ 2017 માં કલેક્ટરે દબાણ દૂર કરવા માટેનો હુકમ કર્યો હતો છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને નવા પાસ થયેલ આઇકોનિક રોડ જે આલાપના ગેટથી એસપી રોડના નાકા સુધી જાય છે એ રોડની હાલત કાર તો દૂર પણ બાઇક ચાલવા યોગ્ય પણ નથી. આ બધા મુદ્દાઓનો નિકાલ ટૂંક સમયમાં કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. અને આલાપ રોડ એકતાની 27 સોસાયટીઓના તમામ લોકોને સાથે રાખીને આગામી સોમવારે કમિશનરને તેમજ અલગ અલગ વિભાગના અધિકારીઓને રુબરુ રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.




Latest News