મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ


SHARE













મોરબીની વાવડી ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ

મોરબીની વાવડી ચોકડી પાસેથી માથાના ભાગે ઇજા પામેલ હાલતમાં રોડની નજીક ખેતરના ખૂણેથી મૂળ પોરબંદરના ઓડદર ગામના વિપ્ર યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.જેથી ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલએ ખસેડવામાં આવેલ છે અને બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે તથા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.બનાવને પગલે આગળની તપાસ ચાલી રહી છે અને મૃતકને ગળેટુંપો આપવામાં આવ્યો હોય શકે તેવો શંકાસ્પદ બનાવ હોવાનું હાલ પોલીસ સુત્રો તથા હોસ્પિટલ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

મોરબીની વાવડી ચોકડી પાસે આવેલા ખેતરની ફેન્સીંગ નજીકથી આજે સવારે નવેક વાગ્યાના અરસામાં એક મૃતદેહ મળી આવ્યો હતો.જેની પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહ મોરબીની સરકારી હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો.બાદમાં મૃતકનું નામ રાજેશભાઇ કાંતિલાલ જોશી (ઉંમર ૨૨) રહે.ઓડદર ગામ તાલુકો જીલ્લો પોરબંદર હોવાનું સામે આવ્યું હતું.મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ ખેતરના ખૂણેથી લાશ મળી આવી હતી.હાલ મૃતકના માથાના ભાગે ઇજાના નિશાન જોવા મળેલ છે અને અકસ્માતગ્રસ્ત છોટાહાથી જેવું વાહન પણ ત્યાં જોવા મળે છે.જોકે મૃતકના ગળાના ભાગે પણ ઈજાના નિશાન હોય હાલ આ શંકાસ્પદ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલ ખાતે તથા ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવના તાણાવાણા ઉકેલવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઇજાગ્રત બાળક સારવારમાં

માળિયા મીંયાણા રેલ્વે સ્ટેશન પાસે રહેતો ફરદીન રમજાનભાઈ જેડા નામનો દસ વર્ષનો બાળક સાયકલમાં જતો હતો ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લેતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબી નજીકના ટંકારા ખાતે રહેતા દાઉદભાઈ ઓસમાણભાઈ માડકીયા નામના ૪૭ વર્ષીય આધેડ એકટીવા લઈને વાડીએ જતા હતા.ત્યારે રસ્તામાં બારનાલા પુલ પાસે તેઓના એકટીવા સાથે બળદ ટકરાતા દાઉદભાઈને ઇજાઓ પહોંચી હતી જેથી શહેરની ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

છરી વડે હુમલો

મોરબીના બેઠા પુલેથી પસાર થતાં યુવાનની ઉપર ચારેક લોકો દ્વારા પગ અને સાથળના ભાગે છરી વડે હુમલો કરવામાં આવતા ઇજા પામેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલએ લઈ જવામાં આવ્યો હતો. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી વીસીપરામાં રહેતા સાગર ચતુરભાઈ કોળી (ઉમર ૪૨) નામનો યુવાન તા.૩૦ ના સવારે દશેક વાગ્યાના અરસામાં પાડા પુલ નીચે બેઠા પુલ પાસે આવેલ મહાદેવના મંદિર પાસેથી પસાર થતો હતો.ત્યારે ત્યાં ત્રણ-ચાર અજાણ્યા ઇસમો દ્વારા સાગર ઉપર છરી અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પગના ભાગે તેને ઈજા પહોંચાડવામાં આવી હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.




Latest News