મોરબી કોર્ટ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમનું લોકાર્પણ કરતાં હાઇકોર્ટ જજ વૈષ્ણવ
મોરબીમાં જુગારની ખોટી રેડ, વ્યાજખોરી, જમીનના કબજા સહિતની 19 ફરિયાદ મળી: 19 કરોડની રિકવરી કરતી સીટ, શહેરમાં દબાણો હટાવાશે: રેન્જ આઇજી
SHARE
મોરબીમાં જુગારની ખોટી રેડ, વ્યાજખોરી, જમીનના કબજા સહિતની 19 ફરિયાદ મળી: 19 કરોડની રિકવરી કરતી સીટ, શહેરમાં દબાણો હટાવાશે: રેન્જ આઇજી
મોરબી શહેરમાં રેન્જ આઈજી ની હાજરીમાં એસપી કચેરી ખાતે આજે વિવિધ એસો.ના અગ્રણીઓની સાથે મિટિંગ કરવામાં આવી હતી ત્યારે વ્યાજખોરી, જમીનના કબજા સહિતની ફરિયાદો લઈને આવેલા અરજદારોને પણ આઈજી દ્વારા સાંભળવામાં આવ્યા હતા અને તે લોકોના જે પ્રશ્ન છે તેની ફરિયાદ લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે મોરબીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત બે વર્ષ પૂર્વે કરવામાં આવેલ જુગારની રેડ બાબતે હાઇકોર્ટ સુધી ગયેલા અરજદારો આજે આઈજીની હાજરીમાં એસપીને પીઆઇ વિરુદ્ધની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેથી ખડભડાટ મચી ગયો હતો.
છેલ્લા બે વર્ષ જેટલા સમયથી સમગ્ર ગુજરાતની અંદર વ્યાજખોરીના દૂષણને ડામવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવેલી છે પરંતુ વ્યાજખોરના દૂષણનો ઘટાડો થવાના બદલે દિવસે વધારો થતો હોય તેવી ઘટનાઓ જોવા મળતી હોય છે અને વ્યાજખોરો દ્વારા લોકોની મિલકતો પડાવી લેવી, લાખો રૂપિયા તેની પાસેથી વ્યાજ પેટે પડાવી લેવા તેમજ તેઓને મરવા મજબૂર કરવા આવી ઘટનાઓ મોરબી સહિત ગુજરાતમાં બની ચૂકી છે તેવી જ રીતે લોકોની સાથે યેનકેન પ્રકારે છેતરપિંડીના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે આજે મોરબી એસપી કચેરી ખાતે આવેલા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયાએ મોરબી વિસ્તારના અરજદારોને સાંભળ્યા હતા. ત્યારે એસપી સહિતના મોરબી જિલ્લાના સ્થાનિક અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા
મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી કુલ મળીને 19 જેટલા અરજદારો આવ્યા હતા જેમાંથી વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા અરજદારો, છેતરપિંડી તેમજ માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર કબજા કરીને કોર્ટ મેટર ઊભી કરવામાં આવે છે અને ત્યારબાદ વર્ષો સુધી મૂળ માલિકને પોતાની જ જમીન માટે હેરાન કરવામાં આવે તેવા અરજદારો આવ્યા હતા તે ઉપરાંત અગાઉ વ્યાજખોર સામે ફરિયાદ કરવામાં આવેલ હોય છે તેની પાસે રહેલા ચેકને બેંકમાં નાખીને વ્યાજખોર દ્વારા ચેક બાઉન્સના ખોટા કેસ કરવામાં આવ્યા છે જેથી આવી ફરિયાદો આઈજી અને ધારાસભ્યોની હાજરીમાં કરવામાં આવી હતી અને તે બાબતોમાં ગંભીરતાથી કાર્યવાહી કરવા માટે થઈને આઈજીએ એસપી અને સ્થાનિક અધિકારીઓને સૂચના આપી હતી
મોરબીના રાજપર રોડે આવેલ કારખાનામાં વર્ષ 2022 માં એક જુગારની રેડ કરવામાં આવી હતી અને આ જુગારની રેડ ખોટી છે તેવી ફરિયાદ સાથે જે તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ કગથરાની આગેવાની હેઠળ સ્થાનિક અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી અને આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો તેમ છતાં પણ જે અરજદારોને ન્યાય મળ્યો ન હતો જેથી તેઓએ હાઇકોર્ટમાં ગયા છે અને ત્યાંથી મોરબીના એસપી પાસે રજૂઆત કરવા માટે થઈને કહ્યું હતું જેથી કરીને આજે આ અરજદારો મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં અશોકકુમાર યાદવને જુગારની ખોટી રેડ બાબતની રજૂઆત કરીને જે તે સમયના મોરબી એ ડિવિઝનના પીઆઇ એમ.પી. પંડ્યાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો કે, હવે સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી સમયમાં ફરી હાઇકોર્ટમાં ન્યાય માટે જશે તેવી લાગણી અરજદાર નિલેષભાઈ સંઘાણીએ વ્યક્ત કરી હતી
ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોના જુદા જુદા રાજ્યની અંદર જે ફ્રોડ કરીને પૈસા ખોટા કરવામાં આવે છે તે બાબતે પૈસાની રિકવરી માટે થઈને જે એસઆઇટીની રચના કરવામાં આવી છે તેમાં અત્યાર સુધીમાં કુલ મળીને 58 જેટલી ફરિયાદો આવી છે અને તેમાંથી 38 ફરિયાદોનો નિકાલ થયો છે જેની સામે અંદાજે 19 કરોડ જેટલી રિકવરી કરવામાં આવી છે. વધુમાં માહિતી આપતા મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે લગભગ 200થી વધુ ફરિયાદો છે અને લગભગ 300 થી 400 કરોડ રૂપિયા જેટલી રકમ મોરબીના ઉદ્યોગકરોની ફસાઈ ગઈ છે અને આ બધા જ કેસ ક્રમશઃ પોલીસને આપવામાં આવી રહ્યા છે અને એસઆઇટીની રચન કરવામાં આવ્યા બાદ તમામ ઉદ્યોગકારોને ફાયદો થયેલ છે.
મોરબી એસપી ઓફિસના કોન્ફરન્સ હોલમાં આજે મોરબી સિરામિક એસો., મોરબી ટ્રાન્સપોર્ટ એસો., મોરબી મીઠા ઉદ્યોગ એસો., મોરબી પોલીપેક ઉદ્યોગ એસો. સહિતના વિવિધ એસો.નોના આગેવાનો તેમજ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીને હાજરીમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવની મીટીંગ યોજાઇ હતી જેમાં બંને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા અને આ મિટિંગમાં હાઇવે સહિતના રોડ ઉપર ટ્રાફિકનો પ્રશ્ન સી હે તેની રજૂઆત કરી હતી. તેના નિકાલ માટે થઈને સાંજના છ થી નવમાં કારખાનાની અંદર જે ખટારામાં લોડિંગ કરવામાં આવે છે તેને નવ વાગ્યા પછી રવાના કરવામાં આવે તેવી ટકોર કરવામાં આવી હતી તેમજ મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી તમામ પ્રકારના લારી, ગલ્લા અને પાથરણાના દબાણો તેમજ વેપારીઓ તેની દુકાનની બહારના ભાગમાં જે માલના પથરા કરેલ છે તેને દૂર કરવા માટે પણ અધિકારીને રજૂઆત કરવામાં આવેલ છે.
આજે રેન્જ આઇજીની મોરબી મુલાકાત દરમિયાન વ્યાજખોરિ, જમીનના કબજા, છેતરપિંડી ટ્રાફિક સમસ્યા, ઉદ્યોગકારોની સાથે યેનકેન પ્રકારે ફ્રોડ અને રોડ રસ્તાના દબાણ બાબતની જે રજૂઆતો પોલીસ અધિકારીને કરવામાં આવી છે. તેમાં આગામી દિવસોમાં નક્કર આયોજન કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરાશે તેવી ખાતરી રેન્જ આઇજી દ્વારા આપવામાં આવેલ છે. જોકે ખરેખર વ્યાજખોરિ, છેતરપિંડી, ટ્રાફિક, દબાણ વગેરે જેવા મુદ્દાઓમાં સ્થાનિક પોલીસ આળસ મરડીને ક્યારે કામ કરશે તે તો આગામી સમય બતાવશે.