હળવદ તાલુકા અને વાંકાનેર શહેર વિસ્તારમાં દેશીના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ: 22 સ્થળે પોલીસની રેડ
SHARE
હળવદ તાલુકા અને વાંકાનેર શહેર વિસ્તારમાં દેશીના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ: 22 સ્થળે પોલીસની રેડ
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દૂષણ દિવસને દિવસે વધી રહ્યું છે ત્યારે હળવદ શહેર અને તાલુકા તેમજ વાંકાનેર શહેરી વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે ધોંસ બોલાવી હતી અને એક કે બે નહીં 22 સ્થળે પોલીસે વહેલી સવારે રેડ કરી હતી ત્યારે દારૂની ભઠ્ઠીઓ અને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે જુદાજુદા ગુના નોંધીને કાર્યવાહી કરી હતી.
હળવદ તાલુકાનાં પીઆઇ આર.ટી વ્યાસના માર્ગદર્શન હેઠળ જુદીજુદી ટીમો બનાવીને દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર વહેલી સવારથી જ ધોંસ બોલાવવામાં આવી હતી અને ત્યારે હળવદમાં ધવલભાઇ નરેન્દ્રભાઈ શુક્લ પાસેથી 10 બોટલ દારૂ મળી આવ્યો હતો તેમજ સુનીલનગર વિસ્તારમાં લાલભા દિલુભા ઝાલા પાસેથી દેશી દારૂનો 50 લિટર આથો, ભવાનીનગરમાં દશરથભાઈ ધમાભાઈ કોળી પાસેથી 60 લીટર આથો અને 5 લિટર દેશી દારૂ, દિનુબેન પ્રવીણભાઈ કોળી પાસેથી 10 લીટર દારૂ, ચરાડવા ગામેથી જગાભાઈ મનુભાઈ પઢીયાર પાસેથી 7 લીટર દેશી દારૂ પકડવામાં આવેલ છે.
આવી જ રીતે કલ્પેશભાઈ બારોટ પાસેથી 13 લીટર દારૂ, સદામભાઈ ગુલમોહમ્મદભાઈ ભટ્ટી પાસેથી 15 લીટર દારૂ અને સુરેશભાઈ લાલજીભાઈ ડાભી પાસેથી 12 લિટર દારૂ, ચૂંપણી ગામે વિનાભાઈ કેશાભાઈ દેવીપુજક પાસેથી 10 લીટર દારૂ, સુંદરગઢમાં મનીષાબેન બળદેવભાઈ પાસેથી 8 લિટર દારૂ, ધુળકોટ ગામની સીમમાં યોગેશભાઈ હીરાભાઈ ચનુરા દેશી દારૂની ચાલુ ભઠ્ઠીમાંથી 150 લીટર આથો, કબ્જે કરેલ છે અને આરોપીને પકડવા તજવીજ ચાલી રહી છે. રાયસગપર ગામે મહેશભાઈ કમાભાઈ ડાભીની નદીકાંઠે દારૂની ભઠ્ઠી ચાલુ હોય ત્યાંથી 150 લીટર આથો અને 14 લીટર દારૂ સાથે તેની ધરપકડ કરેલ છે. તો કેદારીયા રહેતા કાનજીભાઈ રણછોડભાઈ કોળીને ત્યાંથી 17 લીટર દેશી દારૂ કબજે કરેલ છે.
વાંકાનેર શહેર પોલીસ દ્વારા પીઆઇ એચ.વી.ઘેલાની આગેવાનીમાં પ્રોહી કોમ્બીંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું અને ચાર ટીમે અલગ-અલગ વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આઠ કેસ કરવામાં આવેલ છે અને દારૂનો જથ્થો કબજે કરવામાં આવેલ છે જેમાં કલ્પેશભાઇ ઉર્ફે સિતારામ નરભેરામ નિમાવત, કરણભાઈ સનમુગમ નાયકર, નીતેશભાઇ બટુકભાઈ વીરસોડીયા, યાસમીનબેન ઉર્ફે જાડી રહીમભાઇ આદમાણી, મરીયમ ઉર્ફે મમુબેન હબીબભાઇ વિકીયાણી, જેતુનબેન રાયધનભાઇ મોવર, લાભુબેન બાલાભાઇ ડાભી અને સુરેશભાઇ કાળુભાઇ વીંજવાડીયા સામે ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવેલ છે.