વાંકાનેર, ટંકારા અને માળીયામાં દારૂની ત્રણ રેડ: 51 બોટલ દારૂ-40 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા બેની શોધખોળ મોરબી નજીક રેઢી મળેલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 4.92 લાખનો મુદામાલ કબજે, આરોપીની શોધખોળ મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી: ગોડાઉન ભાડે રાખનાર સહિત બે સામે ફરિયાદ વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
Breaking news
Morbi Today

મોરબીનાં હડમતિયા ગામે 108 દિવસ સુધી શ્રી પંચદેવ યજ્ઞ મહાભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબીનાં હડમતિયા ગામે 108 દિવસ સુધી શ્રી પંચદેવ યજ્ઞ મહાભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન

મોરબી જિલ્લામાં હડમતીયા ગામ નજીક પાલનપીર ની જગ્યાની સામે આવેલા રાજલ ફાર્મમાં સતતં એક્સો આઠ  દિવસનું પંચદેવ યજ્ઞનું  મહા ભગીરથ  ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કદાચ સમગ્ર ગુજરાત ભરમાંથી આવું સૌપ્રથમવાર આયોજન થયું છે તેવો અહીં આ ધાર્મિક કાર્યમાં પધારેલા સાધુ સંતોનો ઉદગાર હતો. આ ભગીરથ કાર્ય વીરપર ગામનાં રાજલ ગ્રુપના કેશવજીભાઈ પ્રભુભાઈ વાધડીયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું છે.

આ બાબતે વાત કરીએ તો હરિદ્વાર પાસે આવેલા ભગીરથી આશ્રમ ના દર્શને ગયા બાદ ત્યાં સંકલ્પ કર્યો કે સતત એકસો આઠ  દિવસ સુધી પંચદેવ મહાયજ્ઞ નું આયોજન કરવું છે. અને આ પંચદેવ એટલે શ્રી ગણેશજી, રાજબાઈ માતાજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, અને સૂર્ય ભગવાન તેમજ હાલના સમયે ચાલતા યજ્ઞ દરમિયાન એક સંકલ્પ લેવાયો કે હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું અને તે મુજબ આ યજ્ઞ પૂરો થશે ત્યારે છ દેવોનું યજ્ઞ સહિતનું પૂજન અર્ચન થયેલું  હશે. અહીં દરરોજ રાત્રે ધૂન ભજન અને સંતવાણીનું આયોજન થયું છે. વીરપર ગામના પરિવારજનો આ સેવા યજ્ઞમાં જમાડવા અને દરેક પ્રકારની વ્યવસ્થાની જવાબદારી ઉપાડી લીધી છે.

આ યજ્ઞમાં બેસનારાએ તેમના સગા વ્હાલા ને તેડાવવા અને યજ્ઞમાં બેસતા પરિણીતા નેં પીયરીયાઓએ જે પહેરામણી કરવાની હોય છે તે આ મહા યજ્ઞના આયોજકો કેશવજીભાઈ તથા તેમના ધર્મપત્ની તરફથી પહેરામણી કરી દેવામાં આવે છે. તેમના વતન વીરપર ગામના જુદી જુદી જ્ઞાતિના લોકોને જુદા જુદા દિવસે પ્રસાદ લેવાનું આમંત્રણ આપ્યું છે. એકસો આઠ દિવસ સુધી દરરોજ પાંચ બ્રાહ્મણ પરિવારને પ્રસાદ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ રાજલ ફાર્મમાં કાયમી ધોરણે યજ્ઞશાળા શરૂ કરવામાં આવી છે. દરરોજ ગાયોને નીરણ અને કૂતરાને રોટલા ખવડાવવાનું સેવા કાર્ય સતત ચાલુ છે.

યજ્ઞપૂર્ણ થયા બાદ  તમામ લોકોને પ્રસાદ લીધો હતો.  યજ્ઞશાળાનાં પટાંગણમાં જ વાધડીયા  પરિવારની મહિલાઓ રાસડે રમે છે. જેમાં નાની બાલિકાઓ, યુવતીઓ અને મોટી ઉમરની મહિલાઓ રાસડે રમે છે. અહીં એ વાત જણાવી દઈએ કે ઘણા લોકો પોતાના ઘરે પોતાનો પ્રસંગ કાઢવામાં ત્રણ ચાર દિવસનું આયોજન કરે છે પરંતુ ત્રણ ચાર દિવસના આયોજન કંટાળો આવી જાય છે ત્યારે આ તો પરસેવા અને ધાર્મિક કાર્ય માટે સતત ૧૦૮ દિવસ સુધી  યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને એટલે જ આવા કાર્યોને લોકો ભાગીરથી કાર્ય કહે છે.








Latest News