મોરબીનાં હડમતિયા ગામે 108 દિવસ સુધી શ્રી પંચદેવ યજ્ઞ મહાભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન
મોરબીમાં અજાણ્યા શખ્સે માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને યુવાનની કરી હત્યા
SHARE
મોરબીમાં અજાણ્યા શખ્સે માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને યુવાનની કરી હત્યા
મોરબીની વાવડી ચોકડી પાસેથી માથાના ભાગે ઇજા પામેલ હાલતમાં રોડની નજીક ખેતરના ખૂણેથી વિપ્ર યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલએ ખસેડવામાં આવી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે તથા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીની વાવડી ચોકડી પાસે આવેલા ખેતરની ફેન્સીંગ નજીકથી સોમવારે સવારે નવેક વાગ્યાના અરસામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહ મોરબીની સરકારી હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદમાં મૃતકનું નામ રાજેશભાઇ કાંતિલાલ જોશી (22) રહે. ઓડદર ગામ તાલુકો જીલ્લો પોરબંદર વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને પીએમ રિપોર્ટમાં યુવાનને માથામાં બોથડ પદાર્થનો ઘા માર્યો હોવાનું તેમજ શરીરે મૂઢ માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.
હાલમાં આ બનાવમાં મોરબીમાં સર્કિટ હાઉસની પાસે રહેતા નિખિલ શિવલાલભાઈ બારેજિયા (37)ની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મૃતક રાજેશભાઇ કાંતિલાલ જોશી વેપારના કામ માટે મોરબીમાં આવ્યા હતા અને ત્યારે વાવડી ચોકડી પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેમજ શરીરરે માર મારીને તેની હત્યા કરવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક યુવાનના છોટા હાથી વાહનનો આગળનો કાચ પણ તૂટી ગયેલ છે હાલમાં હત્યાના આ બનાવની આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તેના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.