હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખનાર ટ્રક કન્ટેનરના ચાલકે સામે ગુનો નોંધાયો: મોરબીમાં જુગાર રમતા 3 પકડ્યા


SHARE

















મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખનાર ટ્રક કન્ટેનરના ચાલકે સામે ગુનો નોંધાયો: મોરબીમાં જુગાર રમતા 3 પકડ્યા

મોરબીના ભરતનગર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરથી રોડ ક્રોસ કરીને ખોખરા હનુમાન મંદિર તરફ જતા મહિલાને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે મહિલાનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિ દ્વારા હાલમાં ટ્રકના ચાલ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં રહેતા મૂળ સુંદરીભવાની ગામના રહેવાસી હિતેશભાઈ મુકુંદભાઈ વ્યાસ (44)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીએક્સ 3935 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના પત્ની નેહલબેન હિતેશભાઈ વ્યાસ (39) મોરબીના ભારતનગર ગામ પાસેથી નેશનલ હાઈવે રોડ ક્રોસ કરીને ખોખરા હનુમાન મંદિર તરફ જઈ રહ્યા હતા દરમિયાન નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રક કન્ટેનરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને તેઓ નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ટ્રક કન્ટેનરનું ટાયર તેમના થાપાના ભાગ ઉપરથી ફરી જતા તેમને શરીરે અને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલ મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીમાં જુગાર રમતા 3 પકડ્યા

મોરબીમાં વિજય ટોકીઝ પાસે જાહેરમાં ચલની નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગોપાલ રામજીભાઈ સોલંકી (58) રહે. વાવડી રોડ રવિ પાર્ક મોરબી, શબ્બીર મહેબૂબભાઈ ચૌહાણ (40) રહે. મંગલમ ગેસ્ટ હાઉસ મોરબી તથા યુનુસ નથુશા શાહમદાર (38) રહે. મકરાણીવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3800 ની રોકડ કબજે કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News