વાંકાનેરના મહીકા નજીક ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનને હેમરેજ: બંને ઇજાગ્રસ્ત સારવારમાં: માળીયા નજીક અકસ્માતના બનાવમાં યુવાનને બંને પગમાં ફ્રેકચર
SHARE
વાંકાનેરના મહીકા નજીક ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનને હેમરેજ: બંને ઇજાગ્રસ્ત સારવારમાં: માળીયા નજીક અકસ્માતના બનાવમાં યુવાનને બંને પગમાં ફ્રેકચર
વાંકાનેરના મહીકા ગામ પાસે ગેરેજની સામેના ભાગમાંથી પસાર ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ તે બંને વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા અશદુલ્લાહાસમી મોહમદહુસેન શેરસીયા (34)એ કાર નંબર જીજે 12 એફએ 1562 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મહીકા ગામ પાસે આવેલ યકીન મોટર્સ ગેરેજ સામે નેશનલ હાઈવે રોડ ઉપરથી તે પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 4203 લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના ડબલ સવારી બાઈકમાં સાહેદ શાહિદખાન પણ બેઠેલ હોય તેઓના આ ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ફરિયાદીને ખભાના ભાગે ફ્રેકચર જેવી ઈજા થઈ હતી તથા માથાના પાછળના ભાગે ઇજા થઈ હતી અને શાહિદખાનને જમણા પગની ઘૂંટીમાં ફેક્ચર અને માથામાં હેમરેજ થયેલ છે જેથી બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
માળીયા નજીક અકસ્માતના બનાવમાં યુવાનને બંને પગમાં ફ્રેકચર
માળિયા ત્રણ રસ્તા પાસેથી રેલવેમાં નોકરી કરતો ધવલકુમાર નામનો યુવાન બાઈક નંબર જીજે 6 એચએન 8870 લઈને વાધરવા પાસે રેલવે ટ્રેકના નિરીક્ષણ માટે જતો હતો ત્યારે ટ્રક કન્ટેનર નં જીજે 12 એઆઈ 1918 ના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ધવલકુમારને બંને પગમાં ઘુટી, પંજામાં તને જમણી પાંસળીમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે જેથી તેને સારવારમાં ખસેડાયેલ છે અને આ બનાવ સંદર્ભે હાલમાં માળિયા મીયાણા રેલવે કોલોની ખાતે રહેતા સંદીપકુમાર સુગમચંદ કૌશિક (29)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે