સુરતમાં 6 ડિસેમ્બર ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન
હળવદ : અકસ્માતના ગુન્હામાં ૨ વર્ષથી ફરાર આરોપી પકડાયો
SHARE
હળવદ : અકસ્માતના ગુન્હામાં ૨ વર્ષથી ફરાર આરોપી પકડાયો
હળવદ પોલીસ મથક ખાતે નોંધાયેલા અકસ્માતના ગુનામાં આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર હતો.જેને બાતમીને આધારે પોલીસ સ્ટાફ દ્વારા ભરૂચ ખાતેથી શોધી કાઢવામાં આવેલ છે.
મળતી માહિતી પ્રમાણે હળવદ ખાતે વર્ષ ૨૦૨૩ માં અકસ્માત અંગે ફરિયાદ નોંધઈ હતી અને તે બનાવમાં છેલ્લા બે વર્ષથી સતેન્દ્ર જયરામ યાદવ રહે.પટખૌલી ઘુધર મહારાજગંજ (યુ.પી) નામનો ઇસમ ફરાર હતો.દરમિયાન મોરબી એલસીબીની પેરોલ ટીમના જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા તથા વિક્રમભાઇ રાઠોડને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે આરોપી સતેન્દ્ર જયરામ યાદવ હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે આવેલ છે તે ચોકકસ બાતમીને આધારે ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી પાડાપુલ પાસે બાઈક અને રીક્ષા અકસ્માત બન્યો હતો.જેમાં મુસ્તાક હુસેનભાઈ પીલુડિયા (૪૩) અને હમિદાબેન મુસ્તાભાઇ (૪૦) રહે.બંને મહેન્દ્રપરાને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ દવાખાના પાસે વાહન અકસ્માતના બનાવમાં બાબુભાઈ ધીરુભાઈ મારવાણીયા (ઉમર ૭૦) રહે.ત્રાજપર ખારીને ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.