માટીની આડમાં દારૂની હેરફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે
Breaking news
Morbi Today

માળિયા (મી.)ના વવાણીયા નજીકથી મળી આવેલ અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ


SHARE

















માળિયા (મી.)ના વવાણીયા નજીકથી મળી આવેલ અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ

માળીયા (મી) તાલુકાનાં વવાણીયા ગામની સીમમા રણ વિસ્તારમા અજાણ્યા 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવેલ હતો અને બીમારી સબબ તે યુવાનનું મોત નીપજયું હતું જો કે તેના વાલી વારસ મળી આવેલ નથી જેથી મૃતકના મૃતદેહને મોરબી સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ છે.

વધુમાં પોલીસે આપેલ માહિતી મુજબ મૃતક યુવાનનો શરીરે પાતળો બાંધો, વાને ઘઉવર્ણમાથાના ભાગે લાંબા કાળા વાળ તથા દાઢી છે. તથા શરીરે ભુખરા કલરનો શર્ટ તથા બ્લુ કલરની ટુકી ચડી પહેરેલ છે જમણા હાથે ત્રાજવેથી હીન્દીમાં “ભોલે” ત્રોફાવેલ છે અને ગળામા પીળા કલરની ધાતુનો ચેન, જમણા હાથના કાંડામાં પીળી ધાતુનુ કાંડુ, જમણા હાથની ત્રીજી આંગળીમાં પીળી ધાતુની વીટી પહેરેલ છે. હજુ સુધી આ મૃતક યુવાનનો પત્તો લાગેલ નથી જેથી તેના કોઈ સગા સબંધીને કોઈ જાણતું હોય કે પછી મૃતક યુવાનને ઓળખતુ હોય તો મોબાઈલ નંબર 63572 40716 કે પછી 99130 60167 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News