મોરબીમાં ખોખરા હનુમાન નજીક યુવાનને ગળા ઉપર છરી મૂકીને આજાણ્યા ચાર શખ્સે રોકડ સહિત 12,500 ના મુદામલની કરી લૂંટ
SHARE
મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રી દરમિયાન અવારનવાર એકલ દોકલ પસાર થતા લોકોને આંતરીને લૂંટ કરવામાં આવતી હોય આવી ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે તેવામાં મોરબીના ખોખરા હનુમાન પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો દરમિયાન બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તે યુવાનના ગળા ઉપર છરી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તારી પાસે જે કંઈ હોય તે આપી દે તેવી ધમકી આપવામાં આવી હતી અને રોકડ તથા મોબાઇલની લૂંટ કરીને ચાર શખ્સો નાસી ગયા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને 12,500 ની લૂંટ થઈ હોવા અંગેની ચાર શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપી ના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ ઈનવોલ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો અમરભાઈ અંબાભાઈ કુશવા (૨૩) નામનો યુવાન ખોખરા હનુમાન પાસેથી થોડા દિવસો પહેલા રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે બે બાઈક ઉપર આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તે યુવાનને આંતરિને તેના ગળા ઉપર છરી રાખી હતી અને તારી પાસે જે હોય તે આપી દે તેવી ધમકી આપી હતી અને તે યુવાનનો 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન તથા 2,500 રોકડા આમ કુલ મળીને 12,500 ના મુદ્દામાલની લૂંટ કરીને બાઈક ઉપર આવેલા આજાણ્યા ચાર શખ્સો નાસી છૂટ્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી લૂંટ કરીને નાસી છુટેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ એલસીબીના પીએસઆઇ કે.એચ.ભોચીયા ચલાવી રહ્યા છે