ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ટંકારામાં શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
મોરબીમાં ઘરમાંથી SMC ટીમે ૭ પેટી દારૂ સાથે એકને દબોચ્યો
SHARE
મોરબીમાં ઘરમાંથી SMC ટીમે ૭ પેટી દારૂ સાથે એકને દબોચ્યો
મોરબીના નવલખી રોડે આવેલ શ્રદ્ધાપાર્ક સોસાયટીના મકાનમાં દારૂ હોવાની બાતમી એસએમસીની ટીમને મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની સાત પેટી મળી આવી હતી જેથી દારૂના જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો કયાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી એસએમસીના આંટા ફેરા વધી ગયા છે અને જુદાજુદા વિસ્તારમાં સફળ રેડ પણ કરવામાં આવી રહી છે તેવામાં શનિવારે પેટકોક ચોરી અને વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીની એક સફળ રેડ કરવામાં આવી હતી અને કરોડો રૂપિયાનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો તેની સહી સુકાઈ નથી ત્યારે એસએમસીની ટીમે વધુ એક સફળ રેડ કરી છે. અને મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની સાત પેટી એટ્લે કે ૮૪ બોટલો મળી હતી જેથી પોલીસે ૫૩૮૪૪ નો દારૂ અને ૫૦૦૦ નો એક મોબાઈલ સહિત કુલ મળીને ૫૮૮૪૪ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી મયુરસિંહ ઘનુભા ઝાલાની ધરપકડ કરી હતી અને આ આરોપીને મારાજ નામના આરોપીએ માલ આપેલ હોવાનું સામે આવ્યું છે જેથી બંને સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.