વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી વેરો નહીં ભરનારા 18 ડિફોલ્ટરોનું હિટલિસ્ટ જાહેર કરતાં ચિફ ઓફિસર


SHARE









મોરબી પાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી વેરો નહીં ભરનારા 18 ડિફોલ્ટરોનું હિટલિસ્ટ જાહેર કરતાં ચિફ ઓફિસર

મોરબી પાલિકા દ્વારા મિકલત ધારકો પાસેથી વેરો લેવામાં આવેલ છે જો કે, પ્રમાણિક કરદાતાઓ વહેલમાં વહેલી તકે પાલિકામાં વેરો જમા કરવી આપે છે પરંતુ કેટલાક આસામીઓ વર્ષોથી પાલીકમાં વેરો જમા કરાવી રહ્યા નથી જેથી 9 થી 77 લાખ સુધીનો જેનો વેરો પાલીકમાં બાકી બોલે છે તેવા 18 ડિફોલ્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે અને તેનો વેરો વસૂલ કરવા માટે મિલકત જપ્તી માટેની કાર્યવાહી પણ પાલિકા દ્વારા આગમી દિવસોમાં કરવામાં આવશે.

મોરબી પાલિકા આસામીઓ પાસેથી મિલ્કત વેરો, વ્યવસાય વેરો, પાણી વેરો વસૂલ કરે છે અને જો કે હાલમાં પાલિકામાં સ્વભંડોળની આવક ઘટી છે ત્યારે પાલિકાએ વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે અને પાલિકાના ચીફ ઓફિસરે 9 થી 77 લાખ જેટલો વેરો બાકી હોય તેવા 18 બાકીદારોને આખરી નોટિસો આપવામાં આવી રહી છે. અને પાલિકાએ જાહેર કરેલા ડિફોલ્ટરોમાં મોરબીમાં આવેલ ગર્લ્સ સ્કૂલની પાછળ મોરબી કોટન મર્ચન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લી. વાળા દોશી હિમાચંદ હરજીવનના 77,77,670, શોભેશ્વર રોડે આવેલ લાબેલ લેમીનેશનના 41,62,231 તેમજ લાબેલ લેમીનેશનના 17,53,436, રમણિકલાલ ઉમિયાશંકરના 26,76,188, લાતી પ્લોટમાં મહેશ્વરી મજુલા ખીમજીના 13,00,556, દોશી ટાવરમાં આવેલ એસ.એમ.દોશી એન્ડ સન્સના 9,62,224, કિશોરચંદ્ર મોહનલાલના વારસ ધર્મેશભાઈ કિશોરભાઈ મહેતાના 9,32,298, સુપર માર્કેટમાં બારૈયા જાદવજી પોપટભાઈના 9,02,877, લાતી પ્લોટમાં ભોરણીયા જયંતીલાલ નારણભાઈના 8,07,481, ધરતી ટાવરમાં ડોસાણી અમીનભાઈ અબ્દુલરજાકભાઈના 6,73,466, લુહાર ભુદરભાઈ પૂંજાભાઈના 6,69,744, પંડ્યા દિનેશભાઇ જયંતીલાલના 6,57,916, હિન્દુસ્તાન ટાઇલ્સ વર્કના ભાગીદારના 6,50,766, ભાગ્યલક્ષ્મી મોઝેક ટાઇલ્સના 6,00,533, કોટક જે.ટી. ના 5,72,049, મેરજા નિલેશ બાબુલાલના 5,72,017, મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતી
પટેલ ડાયાભાઇ લક્ષ્મણભાઈના 5,62,904 અને હરિકૃષ્ણ મોઝેક ટાઇલ્સ પ્રોપ. પટેલ બાબુલાલ માવજીભાઈના 5,56,239 નો સમાવેશ થાય છે.




Latest News