મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું


SHARE













મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું

ગુજરાત પ્રદેશના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મીટીંગમાં  થયેલ ચર્ચા વિચારણા બાદ લેવાયેલા નિર્ણય મુજબ અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતોના દેવા માફી કેમ નહી ? એક તો ગુજરાતના ખેડૂતોને પાક વીમાના લાભો મળતા નથી અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી અને ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ ગયેલ છે અને પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલ હતા જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે જેથી કરીને તા 9/12 ના રોજ મોટા ભેલા ગામે  ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી. ત્યારે કાન્તિલાલ ડી. બાવરવા (પ્રમુખ, રાજીવ ગાંધી પંચાયતી રાજ, ગુજરાત પ્રદેશ), ડો. લખમણભાઈ કણઝારીયા (મહામંત્રી R.G.P.R.S.), મુળુભાઈ ગોહેલ (સરપંચ) સહિતના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા.




Latest News