મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મિશન ખાખી: મોરબીમાં વિદ્યાર્થિનીઓને પોલીસ વિભાગ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રોત્સાહિત કરાઇ


SHARE













મિશન ખાખી: મોરબીમાં વિદ્યાર્થિનીઓને પોલીસ વિભાગ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રોત્સાહિત કરાઇ

મોરબીમાં પોલીસ વિભાગ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન આપવાના હેતુથી જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે મિશન ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓને પોલીસ વિભાગની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અધિકારી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના હેઠળ દીકરીઓ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આઈ.એ.એસ.,આઈ.પી.એસ. તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. તેઓ માટે મિશન ખાખીઅન્વયે તા 10/12 ના રોજ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, પીઆઇ એન.એ.વસાવા અને એસ.એમ.ચૌહાણ તેમજ મેડિકલ કોલેજના ડીન બિશ્વાસ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને મેડિકલ કોલેજના સ્ટાફ ગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ હાજર રહી હતી.

 

હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.13/12 ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ, ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. અને રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News