ટંકારાના ચકચારી વ્યાજ વટાવના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર
SHARE







ટંકારાના ચકચારી વ્યાજ વટાવના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર
ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા ફરિયાદીએ મોરબીમાં રહેતા યુવાન સામે વ્યાજ વટાવની ફરિયાદ નોંધાવેલ હતી અને આરોપી વિરુદ્ધ ઉંચા વ્યાજની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તેમજ ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેવું ફરિયાદએ લખવ્યું હતું. જે આરોપીના વકીલ મારફતે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી મૂકવામાં આવી હતી જેમાં કોર્ટે વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીના આગોતરા જમીન મંજૂર કરવામાં આવેલ છે
મોરબીમાં રહેતા હિરેનભાઈ રાજેશભાઈ પંડયા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં વ્યાજ બાબતની ફરિયાદ નોંધાયેલ હતી જેના વકીલ ફેનિલભાઈ ઓઝા મારફત આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલ માન્ય રાખી હતી અને તેમની ધારદાર દલીલો સાંભળીને તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી તરફે મોરબીના સિનિયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા તથા દેવ કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.
