મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી શહેર-હળવદ તાલુકામાં દારૂની 5 રેડ: 16 બોટલ દારૂ કબજે, બે પકડાયા, ત્રણની શોધખોળ


SHARE









મોરબી શહેર-હળવદ તાલુકામાં દારૂની 5 રેડ: 16 બોટલ દારૂ કબજે, બે પકડાયા, ત્રણની શોધખોળ

મોરબી શહેર અને હળવદ તાલુકા વિસ્તારમાં જુદીજુદી દારૂની 5 રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની નાની અને મોટી 16 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે બે આરોપીને પકડ્યા છે અને ત્રણ આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

મોરબીના નવલખી રોડ ઉપર રણછોડનગરમાં પાણીના ટાંકાની પાછળના ભાગમાં આવેલા જુદાજુદા બે ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે સની મારૂણીયાના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે 1122 ની કિંમતની દારૂની બોટલો કબજે કર્યો હતો જો કે, રેડ કરી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય સની નવીનભાઈ મારોણીયા રહે. નવલખી રોડ રણછોડનગર પાણીના ટાંકાની પાછળ મોરબી વાળાની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે દિવ્યરાજસિંહ જાડેજાના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે 1122 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોય દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે. શોભેશ્વર રોડ મધુસોસાયટી મોરબી વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવતા પોલીસે 3480 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી વિજય શીવાભાઈ મકવાણા (27) રહે. ભડિયાદ જવાહર સોસાયટી સામા કાંઠે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામે રહેતા રમણીક શીપરાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રમણી ઉર્ફે મુન્નો ઉર્ફે બુદ્ધો અવચરભાઈ શિપરા રહે. નવા સુંદરગઢ તાલુકો હળવદ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે મોતીનગરમાં રહેતા પરેશ બજાણીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે 70 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 14 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી પરેશ ઉર્ફે પરીઓ લાભુભાઈ બજાણીયા રહે. મોતીનગર જુના દેવડીયા તાલુકો હળવદ વાળો ઘરે હાજર ન હોય તેની સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે




Latest News