જીલ્લામાં જે સરપંચ, કોન્ટ્રાકટર અને અધિકારી સારું કામ કરતાં હશે તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવશે: કાંતિભાઇ અમૃતિયા
SHARE
મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટી પાસે આજે લાયન્સનગર પ્રાથમિક શાળાના લોકાર્પણ સહિતના 66 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે, “ જીલ્લામાં જે સરપંચ, કોન્ટ્રાકટર અને અધિકારી સારું કામ કરતાં હશે તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવશે, જો કોઈ નબળું કામ કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી જીલ્લામાં ધડોધડ મંજૂર કરવામાં આવેલ કામના ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને કામ પૂરા થયા પછી તેના લોકાર્પણ કરવામાં આવે છે ત્યારે મોરબીના આવેલ ત્રાજપર, માળિયા-વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદ જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામોમાં જે વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેનું આજે ક્રિષ્ના સિરામિક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપરાંત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોકબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી જીલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મેઘરાજસિંહ ઝાલા, જયોતિસિંહ જાડેજા, સુરેશભાઇ સિરોહીયા, મનુભાઈ સરેસા તેમજ ગૌતમભાઈ સોલંકી સહિતના હજાર રહ્યા હતા.
ત્યારે એક કરોડથી વધુના ખર્ચ બનાવવામાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળાના લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ચારેય ગ્રામ્ય વિસ્તારમાં કોમ્યુનીટી હોલ, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપ, પેવરબ્લોક, કોઝવેના કામ વિગેરે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે જીલ્લામાં જે સરપંચો, કોન્ટ્રાકટરો અને અધિકારીઓએ દ્વારા સારું કામ કરવામાં આવશે તેઓનું સન્માન કરવામાં આવશે અને નબળું કામ કરવામાં આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત તેઓએ સરકારો દ્વારા લોકોના આરોગ્યને ધ્યાને રાખીને જે યોજના અમલમાં મૂકવામાં આવી છે તેનો લાભ લેતા પહેલા દર્દીએ પણ બે થી ત્રણ જગ્યાએ સચોટ નિદાન કરાવવું જોઇએ પછી સરકારી યોજનાનો લાભ લઈને સારવાર કરાવવી જોઈએ તેવી ટકોર કરી હતી.