માળીયા (મી.) ના નવલખી બંદરે આવેલ રામદેવપીર મંદિર નું પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે
મોરબીના ખાનપર ગામે કુમાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે આનંદ મેળા યોજાયો
SHARE
મોરબીના ખાનપર ગામે કુમાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે આનંદ મેળા યોજાયો
મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્રારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવેલ હતી અને પાણીપુરી, ભુંગળા-બટાટા, મસાલા ચણા, ચોકો બોલ્સ, ભેળ, ઈડલી-સાંભાર, વરીયાળી શરબત, સેન્ડવીચ તથા ફ્રુટ ડીશ વગેરે જેવી વિવિધ વાનગીઓનો સમાવેશ કરવામાં આવેલ હતો આ આનંદ મેળાનો હેતુ વિદ્યાર્થીઓ જાતે વાનગીઓ બનાવતા થાય તેમજ તેમાંથી થતી આવક અંગે પણ વિચાર કરતા થાય આથી વેપાર વાણિજ્ય અને ઘરનો બનાવેલો નાસ્તોએ તમામ હેતુ સિધ્ધ થાય છે આનંદ મેળાના આયોજન બદલ શાળાના આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવેલ હતા