મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે બે શખ્સો પકડાયા


SHARE









મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે બે શખ્સો પકડાયા

મોરબીમાં આવેલ મદીના પેલેસ સામેથી પસાર થયેલા શખ્સોને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે શખ્સો પાસેથી દારૂની છ બોટલો મળી આવતા પોલીસે 4176 ની કિંમતના દારૂનો જથ્થા કબજે કરેલ હતો અને બંનેની ધરપકડ કરી એ ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી શહેરમાં આવેલ મદીના પેલેસ સામેથી બે શખ્સો પસાર થઈ રહ્યા હતા જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 4,176 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી મુસ્તાક જુસબ કટીયા (25) રહે. મચ્છુ માતાના મંદિર સામે અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી અને ઈકબાલ જુસબ કટિયા (27) રહે. મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.

દવા પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના જીવાપર ગામે રહેતા રવિનાબેન મનીષભાઈ ડામોર (19) નામની પરણીતાએ કોઈ કારણોસર ઘાસમાં નાખવાની દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવાની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે




Latest News