મોરબીના બાયપાસ રોડે ડીવાઇડરની કટ પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત
વાંકાનેર બાઉન્ડ્રીએ ઓવરબ્રિજ નીચેથી પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE
વાંકાનેર બાઉન્ડ્રી પાસે તાલુકા પોલીસની ટીમમાં હતી ત્યારે ઓવરબ્રિજ નીચેથી એક શખ્સ દારૂની બોટલો સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસે રહેલ પાંચ બોટલો કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે
જાણવા મળતી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ નીચેના ભાગે એક શખ્સને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 2240 ની કિંમત દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહીપતભાઈ માણસીભાઈ ખાચર (24) રહે. નાની મોલડી તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
આગ લાગતા કારમાં નુકસાન
મોરબી તાલુકાના રવાપર ગામે આવેલ બોની પાર્ક માં પ્રયાગ વિલા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 402 માં રહેતા તલાટી કમ મંત્રી આકાશભાઈ અશ્વિનભાઈ વિરમગામ (29) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી શકે થોડા દિવસો પહેલા તા. 10/12 ના રોજ તેઓના રહેણાંક મકાન પાસે તેણે પોતાની કાર નંબર જીજે 36 એફ 0784 પાર્ક કરીને મૂકી હતી જે પાર્ક કરેલી કારમાં રાત્રિના સમયગાળા દરમિયાન કોઇપણ કારણોસર આગ લાગી હતી જેથી આગમાં કાર સંપૂર્ણ બળીને નાશ થઈ ગઇ છે જે બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે