વાંકાનેર બાઉન્ડ્રીએ ઓવરબ્રિજ નીચેથી પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીની અભિનવ સ્કુલમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ગ્રાહક સુરક્ષા સેમીનાર યોજાયો
SHARE
મોરબીની અભિનવ સ્કુલમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ગ્રાહક સુરક્ષા સેમીનાર યોજાયો
ગ્રાહક જાગરણ પખવાડા અંતર્ગત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લા ટીમ દ્વારા અભિનવ સ્કૂલમાં ગ્રાહક સુરક્ષા સેમીનારનું આયોજન કર્યુ હતુ અત્રેઉલ્લેખનીય છે કે, ગ્રાહક હિતને માધ્યમમાં રાખીને 50 વર્ષથી લડત આપતી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લા ટીમ દ્વારા અભિનવ સ્કૂલ મોરબી ખાતે વિદ્યાર્થીઓ માટે ગ્રાહક સુરક્ષા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એબીજીપીના રાષ્ટ્રીય સહ સચિવ જયંતભાઈ કથીરિયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉપભોક્તા વાદ ગ્રાહક સુરક્ષા કાર્ય અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત આરએસએસ ના મોરબી જિલ્લાના કાર્યવાહક મિલનભાઈ પૈડા, મોરબી શહેરના અગ્રણી રમેશભાઈ અધારા તથા અભિનવ શાળાના પ્રમુખ મનોજભાઈ ઓગણજા ઉપસ્થિત રહ્યા હતા અને અખીલ ભારતીય ગ્રાહક પંચાયત દર વર્ષે 15 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર સુધી ગ્રાહક જાગરણ પખવાડા ઉજવે છે તે અંતર્ગત સમગ્ર ભારત ભરમાં વિવિધ કોલેજ શાળામાં જાગૃતિ અવેરનેસ સેમિનારો સોસાયટીમાં ગૃહિણીઓ માટે જાગૃતિ સેમિનારનું યોજાતું હોય છે તે જ રીતે મોરબીની અભીનવ સ્કૂલ ખાતે ગ્રાહક સુરક્ષા સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા એબીજીબીના મોરબી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તથા અભિનવ સ્કૂલના શિક્ષકો તથા મેનેજમેન્ટે ભારી જહેમત ઉઠાવી હતી.