મોરબીની અભિનવ સ્કુલમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ગ્રાહક સુરક્ષા સેમીનાર યોજાયો
માળીયા (મી) નજીક દરિયાની ક્રિકમાંથી અજાણ્યા દસેક વર્ષના બાળકનો મૃતદેહ: તપાસનો ધમધમાટ
SHARE
માળીયા (મી) નજીક દરિયાની ક્રિકમાંથી અજાણ્યા દસેક વર્ષના બાળકનો મૃતદેહ: તપાસનો ધમધમાટ
માળીયા મિયાણા તાલુકાના હરીપર ગામ પાસે આવેલ આકડીયા વાંઢ નજીક મીઠાના પટમાં દરિયાની ક્રિકમાંથી અજાણ્યા 10 થી 15 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ અંગેની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના આકડિયા વાંઢ વિસ્તારમાં રહેતા વલીમહમદભાઈ આમદભાઈ કટિયા (44)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે હરીપર ગામ પાસે આવેલ આકડિયા વાંઢ નજીક મીઠાના પટમાં આવેલ દરિયાની ક્રિકમાં કોઈ અજાણ્યા 10 થી 15 વર્ષના બાળકનો મૃતદેહ પડ્યો છે જેથી કરીને પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને બનાવની માળીયા તાલુકા પોલીસે નોંધ કરીને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આ બનાવ અંગેની આગળની વધુ તપાસ વી.બી.બાબરીયા ચલાવી રહ્યા છે