મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ સગીરાનું મોત


SHARE













માળીયા (મી)ના સરવગામે વાડીદવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ સગીરાનું મોત

માળીયા મિયાણા તાલુકાના સરવગામે વાડીમાં દવાનો છંટકાવ કરતા સમયે ભાઈ અને ભાભીની સાથે કામ કરી રહેલ સગીરાને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યાર બાદ એમપી સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે સગીરાનુ મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામની સીમમાં ભલાભાઇ રમેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ તથા તેના પત્નીની સાથે રાકેશભાઈની બહેન અનિતા શોભારામ ડામોર (15) વાડીમાં દવાનો છંટકાવ કરવાનું કામ કરી રહી હતી ત્યારે અનિતા ડામોરને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી તેને મધ્યપ્રદેશના રતલામ ચિકિત્સા મહાવિદ્યાલય હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં કબીર ટેકરી પાસે રામાપીરના મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં કબીર ટેકરી વિસ્તારમાં રહેતા સિકંદર યુનુસભાઈ ચાનિયા (28) નામના યુવાનને ઇજા થયેલ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.




Latest News