મોરબીના રાજપર ગામે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડા સારવારમાં
માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો
SHARE
માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો
મોરબી જિલ્લાના મોટા દહિંસરા ગામે તાલુકા શાળા તથા ગૃપ શાળામાંથી બદલી પામેલ આઠ જેટલા શિક્ષકોનો વિદાય સમારંભ નવલખી રોડે આવેલ સનાતન હોટલ ખાતે રાખવામા આવેલ હતો. આ કાર્યક્રમના મુખ્ય આયોજક અભિજ્ઞાબેન કાંજિયા તેમજ બદલી પામેલ તમામ શિક્ષકો હતા અને તમામ શિક્ષકોને લેધરબેગ તેમજ માળિયા(મિં)તાલુકા શિક્ષણશાખાને એરકુલર ભેટ આપવામાં આવેલ છે અને ગૃપના તમામ શિક્ષકો દ્વારા વિદાય લઈ રહેલા તમામ શિક્ષકોને પ્રશસ્તિપત્ર તથા મોમેન્ટો આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેથરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિરસરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઇ હુંબલે વિશેષ જહેમત ઊઠાવેલ હતી. અને કાર્યક્રમનું સંચાલન નાના દહિંસરા પ્રાથમિક શાળાના આચાર્ય કાંતિલાલ માનસેતાએ કરેલ હતું.