ગોરખધંધા: મોરબીમાં આવેલ સ્કાય વર્લ્ડ સ્પામાં કૂટણખાનું ચાલુ હોવાનો પર્દાફાશ, એકની ધરપકડ
માળીયા (મી)ના નાના દહીસરા ગામેથી માથામાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
SHARE







માળીયા (મી)ના નાના દહીસરા ગામેથી માથામાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામ પાસે પેટ્રોલ પંપ ઉપર કામ કરતાં અને ત્યાં રહેતા યુવાનને માથામાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી અને ત્યાંથી જામનગર લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે અંગેની માળિયા તાલુકા પોલીસને મૃતકના પત્નીએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના નાના દંહિસરા ગામે આવેલ કૃષ્ણ પેટ્રોલ પંપના રૂમમાં રહેતા અને ત્યાં કામ કરતા ફલેન્દ્ર મહતો ડાલેશ્વર મહતો જાતે કુરમી પટેલ (30) નામના યુવાનને અચાનક માથામાં દુખાવો ઉપાડતા સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પત્ની બબીતાકુમારી ફલેન્દ્ર મહતો (30)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
