માળિયા (મી) તાલુકા કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ: આવેદન પાઠવ્યું
SHARE







માળિયા (મી) તાલુકા કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ: આવેદન પાઠવ્યું
તાજેતરમાં રાજ્ય સભામાં કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી વિશે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી જેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવે છે ત્યારે માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયાની આગેવાની હેઠળ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને અમિત શાહનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે આવેદનપત્ર આપવામાં આવેલ છે તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવેલ છે.
